પાટણ જિલ્લાઓમાં, દર્દીઓ દ્વારા ડોકટરોની ટેલિમેડીસીન સેવાઓનો વ્યાપક ઉપયોગ
- Patan News

- Apr 20, 2020
- 1 min read
Updated: Apr 21, 2020

પાટણ જિલ્લાના કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગયા હોવ અને જ્યાં અને ત્યાં જુઓ કે ડોક્ટર પોતાના લેપટોપ પર કોઈની સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યા છે ત્યારે તમને સહેજ વિચાર ાવે કે અરે બાજુમાં દર્દી બેઠા છે તો ય આ ડોક્ટર તેમની ધુનમાં જ છે તેમને દર્દીની કઈ પડી જ નથી કે શું ? ક્ષણ માત્ર માટે પણ જો તમને આવ કોઈ વિચાર આવે તો તમે ખોટા છો. હકીકતમાં દર્દીની મુશ્કેલીના નિવારણ માટે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એ મેડિકલ ઓફિસર ગાંધીનગર બેઠેલા સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર સાથે વાત કરી રહ્યા છે.
હાલ સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલી લોકડાઉનની પરિસ્થિતિના અને તેના ચુસ્ત અમલીકરણ માટે રાજ્યભરમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના તાલુકાઓના અંતરીયાળ ગામના લોકો સહિતના જિલ્લાના નાગરિકોને વિશેષ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૃપે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જ ટેલી મેડીસીન થકી બાળરોગ, સ્ત્રીરોગ અને ચામડીના રોગોની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ અંગે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં ગ્રામ્યકક્ષાએ ખાસ તબીબી સેવાઓ પુરી પાડવાના આશયથી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ટેલી મિડીસીનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે સારવાર લેવા ગામડાના લોકો શહેરો સુધી મુસાફરી કરીને આવતા હતા. તેમના નાણા અને સમયના બચાવ સાથે લોકડાઉનના સમયમાં ત્વરિત આરોગ્ય સેવા માટે ટેલી મેડિસીન વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ રહી છે.
શું છે ટેલીમેડિસીન
અદ્યતન ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેસન ટેકનોલોજીની મદદથી બે ્અલગ અલગ સ્થળોએ રહેલા ડોક્ટર અને દર્દી વચ્ચેનો એવો સેતુ કે જે વિશેષ પ્રકારની શારીરિક સમસ્યાના નિદાન અને તબીબી સારવારની સલાહ માટે એક પ્લેટફોર્મ પુરું પાડે છે. પશ્ચિમના દેશોમાં વધુ પ્રચલિત આ પ્રકારની મેડિકલ સેવાઓ આપણા દેશ અને રાજ્યમાં પણ શરૃ કરવામાં આવી છે.
.png)



Doctors should continue providing telemedicine services post lockdown also. It will really improve healthcare services in Patan District
Very informative article.👍