top of page

પાટણ ડિસ્ટ્રિક્ટ માં ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું ૭૪.૯૨% પરિણામ આવ્યું.




ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કરાયું: પાટણ ડિસ્ટ્રિક્ટ માં ૭૪.૯૨% વિદ્યાર્થીઓ એ પરીક્ષા પાસ કરી.


લાંબા સમયની વિદ્યાર્થીઓ ની રાહ પછી અંતે રવિવારે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નુંપરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ ૭૧.૩૪% આવ્યું હતું. જયારે પાટણ જિલ્લાનું ૭૪.૯૨% પરિણામ આવ્યું હતું. આ સાથે જ પાટણ જિલ્લા માં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં કુલ નોંધાયેલા વિદ્યાર્થી ની સંખ્યા ૨૧૯૫ હતી જેમાં થી ૨૧૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


સત્તાવાર ધોરણે સમગ્ર જિલ્લા માં A ૨ ગ્રેડ થી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી ની સંખ્યા ૧૮, B 1 ગ્રેડ થી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી ની સંખ્યા ૧૪૯, B 2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ૩૨૯, C 1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ૫૦૭, C 2 મેળવનાર વિદ્યાર્થી ૫૧૨, D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ૧૨૮, E ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ૦૦ તથા N ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી ૫૫૨ રહ્યા હતા. જિલ્લા માં A ૧ ગ્રેડ થી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી ની સંખ્યા ૦૦ રહી હતી. પાટણ જિલ્લા માં ગત વર્ષ ની સરખામણી એ આ વર્ષ ના પરિંણામ માં ૦.૦૨% નો વધારો જોવા મળ્યો હતો.

 
 
 

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by Patan : A City of Dream (A Media Network). Proudly created with Wix.com

bottom of page